NAATI CCL Gujarati શબ્દભંડોળ યાદી (દસ વિષયના 214 શબ્દ)

દરેક શબ્દ સાથે અંગ્રેજી મૂળ, ગુજરાતી અર્થ અને ઓસ્ટ્રેલિયામાં એ શબ્દ ક્યાં વપરાય છે તેની એક લીટી, બંને દિશામાં મોઢેથી બોલીને ઘૂંટવા માટે. આ પેજ પર દરેક વિષયના પાંચ શબ્દ છે; 214 શબ્દની આખી યાદી અને PDF મફત એકાઉન્ટ સાથે મળે છે.

છેલ્લે અપડેટ

NAATI CCL Gujarati શબ્દભંડોળમાં ખરેખર જે શબ્દો નડે છે એ ભારે તબીબી પરિભાષા હોતી નથી. એ ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓના શબ્દો હોય છે જેમનું ગુજરાતી કદી ઘડાયું જ નથી: bulk billing, strata, superannuation, no-claims bonus, fair wear and tear. અર્થ તમે જાણો છો. અઘરું એટલું છે કે 35 શબ્દ સુધીના સેગમેન્ટની વચ્ચે, અટક્યા વગર, એ અર્થ ગુજરાતીમાં એક વાક્યમાં ઉતારી દેવો પડે છે.

ઊલટી દિશા વધુ માર્ક કપાવે છે. અંગ્રેજી ‘eviction’ સાંભળીને ‘બેદખલી’ કહેવું એક વાત છે; મકાનમાલિક ગુજરાતીમાં ‘સામાન્ય ઘસારો’ કહે અને તમારે તરત ‘fair wear and tear’ બોલવું પડે એ સાવ બીજી. એટલે નીચેની યાદી બે વાર વાપરો: પહેલી વાર ગુજરાતી કોલમ ઢાંકીને અંગ્રેજી પરથી બોલો, બીજી વાર અંગ્રેજી કોલમ ઢાંકીને ગુજરાતી પરથી. મનમાં વાંચવાથી આ મહાવરો થતો નથી; મોઢું ખોલવું પડે છે.

આ યાદી કેવી રીતે વાપરવી

આ પેજ પર દરેક વિષયના થોડા નમૂનાના શબ્દ જ છે. મફત એકાઉન્ટ ખોલો એટલે દસેય ક્ષેત્રના 214 શબ્દની આખી યાદી એપમાં મળે છે, અને PDF તરીકે ડાઉનલોડ પણ થાય છે.

મફત PDF યાદી મેળવો

હેલ્થ 37 માંથી 5 શબ્દ

ડાયલોગ મોટે ભાગે GP ના રૂમમાં, ઈમરજન્સી વિભાગમાં કે હોસ્પિટલમાંથી રજા મળતી વખતે ચાલે છે, અને અહીં દર્દી સમજે એવો રોજિંદો શબ્દ જ સાચો છે: ‘બ્લડ પ્રેશર’ ચાલશે, શબ્દકોશનું ‘રક્તચાપ’ દવાખાનામાં કોઈ બોલતું નથી.

Englishગુજરાતીસમજૂતી
GP (General Practitioner)GP (જનરલ પ્રેક્ટિશનર)સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કરતા સ્થાનિક ડૉક્ટર
specialistનિષ્ણાતચોક્કસ તબીબી ક્ષેત્રના ડૉક્ટર
referralરેફરલનિષ્ણાતને બતાવવા GP નો પત્ર
prescriptionપ્રિસ્ક્રિપ્શનદવા માટે ડૉક્ટરનો લેખિત આદેશ
dosageડોઝલેવાની દવાની માત્રા

ઇમિગ્રેશન અને વિઝા 20 માંથી 5 શબ્દ

વિઝા સબક્લાસ, બ્રિજિંગ વિઝા, EOI અને સ્કિલ્સ એસેસમેન્ટની વાત તમારી પોતાની ફાઇલમાં રોજ ચાલે છે, એટલે આ ક્ષેત્ર સૌથી ઓળખીતું લાગશે; જોખમ એ છે કે અંગ્રેજી શબ્દ એટલો ટેવાયેલો છે કે ગુજરાતી બોલવાનું જ યાદ આવતું નથી.

Englishગુજરાતીસમજૂતી
visaવિઝાકોઈ દેશમાં પ્રવેશ અને રહેવાની સત્તાવાર પરવાનગી
subclassસબક્લાસઑસ્ટ્રેલિયન વિઝાનો ચોક્કસ પ્રકાર/નંબર
permanent residencyકાયમી નિવાસકોઈ દેશમાં કાયમ રહેવાનો અધિકાર (પીઆર)
citizenshipનાગરિકત્વકોઈ દેશનું સંપૂર્ણ કાનૂની સભ્યપદ (નાગરિકતા)
skilled migrationસ્કિલ્ડ માઈગ્રેશનવ્યાવસાયિક કુશળતા આધારિત ઈમિગ્રેશન

શિક્ષણ 19 માંથી 5 શબ્દ

શાળામાં નોંધણી, વાલી-શિક્ષક મીટિંગ, બાળકને વધારાના ટેકાની જરૂર છે એવી વાત, કે TAFE અને HECS-HELP ની સમજ; બોલનારા સામાન્ય રીતે માતા-પિતા અને શાળાનો સ્ટાફ હોય છે.

Englishગુજરાતીસમજૂતી
enrolmentનોંધણીશાળા અથવા કોર્સમાં રજિસ્ટ્રેશન
immunisation recordsરસીકરણ રેકૉર્ડબાળકને અપાયેલી રસીઓનો રેકોર્ડ
birth certificateજન્મ પ્રમાણપત્રજન્મ નોંધતો સત્તાવાર દસ્તાવેજ (જન્મ પ્રમાણપત્ર)
special needsવિશેષ જરૂરિયાતોશીખવા અથવા અપંગતા માટે વધારાનો ટેકો
IEPIEPવ્યક્તિગત શિક્ષણ યોજના — વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થી માટે

Centrelink અને સામુદાયિક સેવા 20 માંથી 5 શબ્દ

Centrelink નો ફોન આ ક્ષેત્રનો સૌથી સામાન્ય ડાયલોગ છે: કઈ ચુકવણી મળે, પ્રતીક્ષા સમય કેટલો, myGov માં દસ્તાવેજ કેમ ચઢાવવા, અને NDIS કે હોમ કેર પેકેજની પાત્રતા કોણ નક્કી કરે.

Englishગુજરાતીસમજૂતી
JobSeeker PaymentJobSeeker પેમેન્ટનોકરી શોધી રહેલા બેરોજગારો માટે
Family Tax Benefitફેમિલી ટૅક્સ બેનિફિટબાળકો ઉછેરવાના ખર્ચમાં મદદ
redundancyરિડન્ડન્સીભૂમિકાની જરૂર ન રહેવાથી નોકરી ગુમાવવી
severance payસેવરન્સ પેરિડન્ડન્સીને કારણે મળતી રકમ

રોજગાર 20 માંથી 5 શબ્દ

કામ પર ઈજા, રિડન્ડન્સી, અન્યાયી બરતરફી કે સુપરએન્યુએશન ન ભરાયું હોવાની ફરિયાદ; સામે બોલનાર ઘણી વાર HR નું કોઈ કે યુનિયનનો પ્રતિનિધિ હોય છે.

Englishગુજરાતીસમજૂતી
forklift licenceફૉર્કલિફ્ટ લાઈસન્સફોર્કલિફ્ટ ચલાવવા માટે જરૂરી લાઇસન્સ
WHSWHSવર્ક હેલ્થ ઍન્ડ સેફ્ટી — કામદારોને ઈજાથી બચાવતા કાયદા
PPEPPEપર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ — હેલ્મેટ, ગ્લવ્ઝ વગેરે
unfair dismissalઅન્યાયી બરતરફીવાજબી કારણ વિના નોકરીમાંથી કાઢવું
Fair Work Commissionફેર વર્ક કમિશનકાર્યસ્થળ વિવાદો ઉકેલતી સંસ્થા

ઇન્શ્યોરન્સ 19 માંથી 5 શબ્દ

કારના ક્લેમ કે ઘરની કોન્ટેન્ટ્સ પોલિસી પર એજન્ટ સાથેની વાત, જ્યાં ‘એક્સેસ’, ‘એગ્રીડ વેલ્યુ’ અને પ્રીમિયમની રકમો એક જ સેગમેન્ટમાં આવી જાય છે.

Englishગુજરાતીસમજૂતી
premiumપ્રીમિયમવીમા માટે નિયમિત ચુકવણી
excessએક્સેસવીમો કવર કરે તે પહેલાં ખિસ્સામાંથી ચૂકવવાની રકમ
claimક્લેમનુકસાન પછી વીમાકર્તા પાસેથી ચુકવણીની વિનંતી
policyપૉલિસીવીમા કરાર દસ્તાવેજ
total lossટોટલ લૉસમરમ્મતથી આગળ નુકસાન

ગ્રાહક બાબતો 18 માંથી 5 શબ્દ

બગડેલા ફ્રિજનું રિફંડ, વોરન્ટી પર દુકાનદારની ના, વીજળીના બિલનો ઝઘડો કે સ્કેમનો ફોન; Fair Trading અને Australian Consumer Law ના શબ્દો અહીં જ આવે છે.

Englishગુજરાતીસમજૂતી
Australian Consumer Lawઑસ્ટ્રેલિયન કન્ઝ્યુમર લૉગ્રાહક અધિકારોનું રક્ષણ કરતો કાયદો
refundરિફંડપાછી આપેલી વસ્તુના પૈસા પાછા મળવા (રિફંડ)
warrantyવૉરન્ટીઉત્પાદન ચાલશે તેવું વચન
consumer guaranteeકન્ઝ્યુમર ગૅરન્ટીઉત્પાદનો સ્વીકાર્ય ગુણવત્તાના હોવા જોઈએ
major failureમેજર ફેઈલ્યોરઉત્પાદનને અયોગ્ય બનાવતી ગંભીર સમસ્યા

હાઉસિંગ અને ભાડું 19 માંથી 5 શબ્દ

કન્ડિશન રિપોર્ટ, ભાડા વધારાની નોટિસ, બોન્ડ પાછો ન મળવો, સ્ટ્રાટાની ફી કે પાડોશીના અવાજની ફરિયાદ; મકાનમાલિક, એજન્ટ અને ભાડૂત વચ્ચેની રકઝક આ ક્ષેત્રનો મુખ્ય ડાયલોગ છે.

Englishગુજરાતીસમજૂતી
bondબૉન્ડભાડા કરારની શરૂઆતમાં ચૂકવાતી સુરક્ષા ડિપૉઝિટ
condition reportકન્ડિશન રિપોર્ટલીઝ શરૂઆતે મિલકતની સ્થિતિ રેકૉર્ડ કરતો દસ્તાવેજ
fair wear and tearસામાન્ય ઘસારોદૈનિક વપરાશથી કુદરતી ખરાબી
rent increaseભાડા વધારોમકાનમાલિક ભાડું વધારે તે
evictionબેદખલીભાડાની મિલકતમાંથી બળજબરીથી કાઢવું

બેંકિંગ અને ફાઇનાન્સ 20 માંથી 5 શબ્દ

બેંકમાં ખાતું ખોલાવવું, મોર્ટગેજનો વ્યાજ દર, ભારત પૈસા મોકલવા કે ટેક્સ રિટર્ન; અહીં રકમો બોલવી પડે છે, અને લાખ-કરોડ તથા million વચ્ચેનું રૂપાંતર આ જ ક્ષેત્રમાં સૌથી વધુ નડે છે.

Englishગુજરાતીસમજૂતી
savings accountબચત ખાતુંજેમાં પૈસા પર વ્યાજ મળે તે બેંક ખાતું (બચત ખાતું)
transaction accountટ્રાન્ઝૅક્શન એકાઉન્ટડિપૉઝિટ, ઉપાડ અને ચુકવણી માટે દૈનિક ખાતું
interest rateવ્યાજ દરલોન કે બચત પર લાગતો વ્યાજ દર
fixed rateફિક્સ્ડ રેટનિશ્ચિત સમય માટે બદલાતો ન હોય તેવો વ્યાજ દર
variable rateવેરિએબલ રેટસમય સાથે બદલાઈ શકે તેવો વ્યાજ દર

વારંવાર પુછાતા પ્રશ્નો

શું NAATI CCL Gujarati ની આ શબ્દભંડોળ યાદી મફત છે?

હા. આ પેજ પર દરેક વિષયના પાંચ શબ્દ એકાઉન્ટ વગર વાંચી શકાય છે, અને દસેય ક્ષેત્રના 214 શબ્દની આખી યાદી મફત Starter પ્લાનમાં એપમાં મળે છે, દરેક સાથે અંગ્રેજી શબ્દ, ગુજરાતી અર્થ અને એક લીટીની સમજૂતી. ક્રેડિટ કાર્ડ જોઈતું નથી.

Centrelink અને Medicare જેવાં નામનું ગુજરાતી કરવું?

ના, એ નામ જેમનાં તેમ અંગ્રેજીમાં બોલો. myGov, NDIS, TAFE, Fair Work Commission અને ScamWatch માટે પણ એ જ. ડાયલોગમાં બોલનાર પોતે એની સમજૂતી આપે તો એટલી સમજૂતી ગુજરાતીમાં લઈ જાઓ, પણ પોતાના તરફથી ઓળખ ઉમેરવાની જરૂર નથી.

અહીંનાં દસ વિષય NAATI ના ટેસ્ટના વિષયો સાથે કેવી રીતે મળે છે?

ઉપરનાં દસ વિષય એ જ રોજિંદા સામુદાયિક વિષયો છે જેના પર NAATI ડાયલોગ બનાવે છે. ટેસ્ટના દિવસે તમારા બે ડાયલોગ કયા વિષયના આવશે એ પહેલેથી ખબર પડતી નથી, એટલે દસેયમાં થોડું થોડું ફરવું પડે છે. જે બે ક્ષેત્રમાં તમે રોજિંદા જીવનમાં સૌથી ઓછું બોલો છો, ત્યાંથી શરૂ કરો.

શબ્દભંડોળ યાદીની PDF ડાઉનલોડ થાય છે?

હા. મફત એકાઉન્ટ ખોલ્યા પછી 214 શબ્દની આખી યાદી PDF તરીકે ડાઉનલોડ થાય છે. PDF માં અંગ્રેજી અને ગુજરાતી બંને હોય છે, એટલે છાપીને એક કોલમ ઢાંકવાનું સહેલું પડે છે.

શું આ શબ્દો એપમાં ફ્લેશકાર્ડ તરીકે મળે છે?

હા, મફત Starter પ્લાનમાં આ જ 214 શબ્દ ફ્લેશકાર્ડ તરીકે આવે છે. જે શબ્દો ભુલાય છે એ વધુ વાર પાછા આવે એ રીતે ગોઠવાયેલા છે, અને એ જ શબ્દો પ્રેક્ટિસ ડાયલોગના સેગમેન્ટમાં ફરી મળે છે.

હેલ્થના શબ્દોમાં શબ્દકોશનો ગુજરાતી શબ્દ વાપરવો કે રોજિંદો?

જે શબ્દ સામેનો ગુજરાતી દર્દી સમજે એ વાપરો. તબીબી અને ટેકનિકલ વિષયોમાં અંગ્રેજી શબ્દોનો મર્યાદિત ઉપયોગ NAATI ની CCL ભાષા-નીતિ પણ યોગ્ય ગણે છે, જ્યાં એ વપરાશ ભાષાની રૂઢિનો ભાગ હોય. પણ ‘ઈજા’, ‘સોજો’ કે ‘તાવ’ જેવા શબ્દ ગુજરાતીમાં જ બોલો; ત્યાં અંગ્રેજી પર જવાનું કોઈ કારણ નથી.

આ શબ્દો મોક ટેસ્ટમાં અજમાવો

મફત મોક ટેસ્ટમાં આ જ શબ્દો સેગમેન્ટની અંદર આવે છે, અને દરેક સેગમેન્ટ પર AI બતાવે છે કે દબાણ હેઠળ કયો શબ્દ હાથમાં ન આવ્યો.

મફત મોક ટેસ્ટ આપો

ક્રેડિટ કાર્ડની જરૂર નથી. એક આખો મોક ટેસ્ટ અને એક પ્રેક્ટિસ સેશન મફત.